રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો
પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો
ફીણ મોઢામાં આવી જશે મોતનું
તું ઈચ્છાઓ નાહક વધારી તો જો
ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો
પયમ્બરની ટીકા તું કરજે પછી
પહેલાં એવું જીવન વિતાવી તો જો
છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો
#J @$h..