ગઇકાલની મારી પોસ્ટ 'ખરેખર ખીજ ચડે' ઘણા લોકોએ વાંચી એ બદલ સહુનો આભાર.
અમુક ધંધા વ્યવસાયના મિત્રોને પોતાના વ્યવસાય વિશે મેં ઘસાતું લખ્યું છે એમ લાગ્યું. પણ આ કોઈ વ્યવસાય ઉપર નહીં, ધીમે ધીમે દેશના અર્થતંત્રને ઉધઈની જેમ કોરી ખાતી વગર મહેનતે કે મહેનતથી અનેક ગણું વધુ સમેવાળાના એ ક્ષેત્રના અજ્ઞાનનો લાભ લઇ કમાઇ લેવાની વૃત્તિ પર છે. મેં દરેક ફિલ્ડના દાખલાઓ આપ્યા છે. એમ પણ કહયું છે કે આ વૃત્તિ નિમ્ન સ્તર ના કહેવાતા દયાપાત્રો અને છેક ઉપરના જલ્દીથી બની ગયેલા અમીરોમાં મહત્તમ છે.
કોઈ વર્ગને ભાંડયો નથી. પોસ્ટ ફરીથી વાંચવી. ક્યાંય ચોક્કસ વર્ગને જ ટાર્ગેટ કર્યો લાગે તો એ શબ્દસમુહ મને જણાવો.
ખોટી રીતે બીજાને અનેક ગણો છેતરી કહો કે દસ જે વીસ ગણા પૈસા વધુ લઈ અથવા પૈસા લઈ કામ ન કરવાની ખૂબ વધી ગયેલી વૃત્તિ તમને ટૂંકા ગાળાનો ફાયદો કરશે પણ સનજ અને દેશ બે બગાયણકાર હાનિ પહોંચશે અને એ રિબાઉન્ડ થઈ તમને જ નુકસાન કરશે. મહેનત કરી વ્યાજબી જરૂર કમાઓ પણ ખોટું કે મફતનું ટાળો જ. એ વૃત્તિ છેલ્લા દસકા માં અકલ્પનિય રીતે વિસ્તરી ચુકી છે. ઘા માં ગેંગરીન થાય એમ.