હું તને અઘોરી બની ચાહું છું
કારણ હું તને મારો ઈશ્વર માનું છું..
સંયમ ની હરેક કસોટી માં તને પામું છું
કારણ હું સમય બની તને ચાહું છું.
જીજીવિષા ની અગ્નિ માં વહયા કરું છું
કારણ હું સંતોષ બની તને જાણું છું.
સંકટ બની તને સ્મરૂ છું..
કારણ વાકચાતુર્ય બની તને ટાળું છું.
વિશ્વાસ બની તને વધાવું છું
કારણ હું પ્રેમ બની તને સમજાવું છું.
કાયા બની તને સજાવું છું.
કારણ હું પ્રીત બની તને પંપાળું છું.
સૌંદર્ય બની તને સળગાવું છું
કારણ હું પ્રણય બની તને શમાવું છું.
મમત્વ બની તને હસાવું છું
કારણ તારા અંશરૂપી વ્હાલ ને પ્રગટાવું છું.
ધરોહર બની તને દીપાવું છું
કારણ શ્રદ્ધા બની તને જગાડું છું.
અને આ હરેક કારણ માં
બસ તારું અવિરત સ્મરણ કરી જીવી જાણું છું.
-Hina Modha.