તમારી પ્રિય ઋતુ કઇ છે ? અને કેમ ?
શિયાળા ની કડકડતી ઠંડી ની સવાર હોય. એકદમ ગરમ બ્લેન્કેટ માં વિંટાયેલા હોઇએ અને પત્ની કે પ્રિયતમ ગરમ ગરમ કોફી નો એક ગ્લાસ આપી ને બાજુ માં બેસી ને પ્રેમ થી માથે હાથ ફેરવે. ( આનાથી વધારે હુંફાળુ કઇ હોઇ શકે ખરુ ?) 🔥
ઉનાળા ની રાત હોય. થોડા થોડા શિતળ પવન ની લહેર આવતી હોય. ઘરની બહાર ના ઓટલે પત્ની કે પ્રિયતમ બાજુ માં હોય અને હાથ માં ચોકલેટ આઇસક્રીમ વિથ બ્રાઉની હોય. (અાનાથી વધારે ઠંડકવાળુ બીજુ કઇ હોઇ શકે ખરુ?) ☀
બહાર ધોધમાર વરસાદ ચાલુ હોય ધાબા ની ગેલેરી મા મુકેલા હિંચકા પર પત્ની કે પ્રિયતમ સાથે બેઠા હોઇએ. પવન થી વરસાદ ના થોડા છાંટા ખુલ્લા પગ પર પડતા હોય અને ગરમ ચા નો ગ્લાસ બંને ના હાથ માં હોય (આનાથી વધારે રોમેન્ટિક કઇ હોય ખરુ ?)☔
દરેક ઋતુ એ ભગવાન ની દેન છે. જેના પર દરેક સજીવ, સમાજ અને સૃષ્ટિ નભેલી હોય છે. એટલે એને ગમાળવી જ પડે. મને આ ના ગમે મને પેલૂ ના ગમે એવા નખરા ના થાય. નહીતો ભગવાન ક્યારેક મસ્તી ના મુડ મા આવી જાય તો.....???😎
વિચારો સુર્યદેવ ને થાય કે ચલ આજે પૃથ્વી ની 1000-2000 કિલોમીટર નજીક જતો આવુ જોવુ કેવી ફિલિંગ્સ આવે છે તો શુ થાય ?😜
ઇન્દ્રદેવ વરસાદ ને આદેશ આપે કે પાણી ની ટાંકી માં લીલ છવાઇ ગઇ છે આજે ટાંકી ખાલી કરી નાખ. તો વિચારો શુ થાય ?😂😂😂