લઇલે. મશાલ હાથમાં
હવે ન વાર કર
વીણીલે. સંવેદન હીનને
તાતો. પ્રહાર. કર
માસુમ દીવા કોડના
રોશની ન દઇ શકયા
હજુ તો ફૂલ થઇ ખીલત
ત્યાં શાખેથી તૂટયા કાં?
તપાસના નાટક ના ચલાવતા
શિશુ અમારા. ખોળે આપશો. પાછા?
નઘરોળ તંત્રના. પેટનુંપાણી ના હલ્યુ
જોત જોતામાં મોટુ ગૂલશન ઉજડી ગયું
હીબકા ને આંસુનું તો આભ છે ફાટયું
શું સરકાર એમાં થીંગડું મારશે ખરૂ?
સપનાની પોઠ લૂંટાઈ ગઇ
ઉજડી ગઇ ગોદની દુનિયા
હવે મોતને. કફન તપાસનું ન આપજો. બાપુ!