ભગ્ન અવશેષ સ્મરણોના કણસે
થાય અધૂરી એષણા ના ઉઝરડા..!
ઉણપ વર્તાય દિલ ને ઘણી ઉંડી
દિલ પર વસૂકેલી ખેવનાના ઉઝરડા.!
નજર શોધે છે શોણલાનો ભંગાર
ભીતરે છે વંઠેલી વેદના ના ઉઝરડા.!
મળવાનું સુખ ના થયું નસીબ શ્યામ
નયનમાં છે શુષ્ક અશ્રુ ના ઉઝરડા.!
પ્રિયદર્શના ઘેરાય છે દર્દ ચો ખૂણે
ને ઘાયલ કણસતી આહના ઉઝરડા..!!
પ્રિયદર્શના ત્રિવેદી
સુરેન્દ્રનગર