માં તારા પ્રેમ ની છાયા સામે આ સોમ ની શીતળતા ની શું વાત,
માં તારા હાથ ના સ્પર્શ સામે આ કુસુમ ની કોમળતા ની શું વાત.
માં તારા મમતા ના સાગર સામે સાત મહાસાગર ની શું વાત,
માં તારા વ્હાલ ની બાથ સામે આ મખમલી ચાદર ની શું વાત.
માં તારા મીઠા હાલરડાં સામે સુરો ના સરતાજ ની શું વાત,
માં તારા પ્રેમ રૂપી ધન સામે બાદશાહી દરબાર ની શું વાત.
માં તારા હેત નીર ના ઝરણાં સામે સરિતા ની શું વાત,
માં તારા વ્યક્તિત્વ સામે બીજાની ગરિમા ની શું વાત.
માં તારા વ્હાલ ના જાદુ સામે કોઈની જાદુગરી ની શું વાત,
માં તારા સંસ્કારો ની સામે કોઈની દુનિયાદારી ની શું વાત.
માં તારી શિખામણો ની સામે ભગવદ્દગીતા ની શું વાત,
માં તને અભિવ્યક્ત કરવા આ નાની કવિતાની શું વાત.
માં તારી સાદગી સામે આ પ્રપંચી સુંદરતા ની શું વાત,
માં તારી "અચલ" મમતા સામે હિમાલય ની અડગતા ની શું વાત.