આકર્ષણ
જ્યારે પણ હુ તારી સાથે ઝગડો કરુ છુ,
મારા એ શબ્દોમાં પ્રેમ જ છે તારી માટે
જ્યારે પણ હુ તારાથી ગુસ્સે હોઉ છુ,
મારા એ ગુસ્સામાં ફિકર જ છે તારા માટે
જ્યારે પણ તારી ભુલના કારણે હુ મૌન હોઉ છુ,
ખરેખર મારો શ્વાસ રુન્ધાય છે તારા માટે
જ્યારે પણ હુ તારાથી રીસાઈ હોઉ છુ,
સાચે મારુ તન-મન તરસે છે તારા માટે
જ્યારે પણ તુ કહે છે કે તુ અલગ છે
એટલે જ મને પ્રેમ રુપી આકર્ષણ છે તારા માટે
- કિંજલ પટેલ (કિરા)