કમુરતાં ઉતરતાની સાથે જ વર્ષ 2020 માં આ 53 દિવસ ગુંજશે શરણાઈ, આ રહ્યા લગ્નના શુભ મુહૂર્ત
હિન્દુ સમુદાયમાં ગ્રહ અને નક્ષત્રના સંયોગને આધારે લગ્નના મુહૂર્ત લેવાય છે. વર અને કન્યા પક્ષે મુહૂર્તને આધારે જ લગ્ન તારીખ નિર્ધારિત કરવામાં આવે છે. 2020 ના નવા વર્ષમાં જુલાઇ સુધીના સાત માસમાં અને બાકી રહેલી લગ્નસરાની સિઝનમાં લગ્નના માત્ર 53 મુહૂર્ત છે.
ગત 16 ડિસેમ્બરે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થવાની સાથે જ કમુરતાં શરૂ થઇ ગયા છે. કમુરતાંમાં લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત હોય હમણાં લગ્નોની શહેનાઇ ગૂંજવાની બંધ થઇ ગઇ છે. કમુરતાંને પગલે હમણાં લગ્નસરાની સિઝનને અલ્પવિરામ મૂકાઇ ગયું છે. એક મહિનાના કમુરતાં બાદ ફરી લગ્નસરાની સિઝન શરૂ થશે. 14 જાન્યુઆરીએ સૂર્યના રાશિ પરિવર્તન સાથે કમુરતાં ઊતરી જશે
જ્યોતિષા મુજબ, કમુરતાં સિવાય 16 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી શુક્ર અસ્ત હોવાથી એકેય લગ્ન મુહૂર્ત નથી. ધનાર્ક, મીનાર્ક (સૂર્ય ધન કે મીન રાશીમાં) હોય કે ફાગણ સુદ આઠમથી હોળી સુધી (હોળાષ્ટક) હોવાથી લગ્ન મુહૂર્ત લેવાતા નથી. આ બધા કારણોસર આ વખતે 53 મુહૂર્ત છે.
જાન્યુઆરીના લગ્ન મુહૂર્ત
17 જાન્યુઆરી શુક્રવાર
18 જાન્યુઆરી શનિવાર
19 જાન્યુઆરી રવિવાર
20 જાન્યુઆરી સોમવાર
26 જાન્યુઆરી રવિવાર
29 જાન્યુઆરી બુધવાર
30 જાન્યુઆરી ગુરુવાર
31 જાન્યુઆરી શુક્રવાર
ફેબ્રુઆરી 2020 વિવાહ મુહૂર્ત- કુલ 13 દિવસ
1 ફેબ્રુઆરી શનિવાર
3 ફેબ્રુઆરી સોમવાર
4 ફેબ્રુઆરી મંગળવાર
9 ફેબ્રુઆરી રવિવાર
10 ફેબ્રુઆરી સોમવાર
11 ફેબ્રુઆરી મંગળવાર
14 ફેબ્રુઆરી શુક્રવાર
15 ફેબ્રુઆરી શનિવાર
16 ફેબ્રુઆરી રવિવાર
25 ફેબ્રુઆરી મંગળવાર
26 ફેબ્રુઆરી બુધવાર
27 ફેબ્રુઆરી ગુરુવાર
વિવાહ મુહૂર્ત માર્ચ 2020- કુલ 2 દિવસ
10 માર્ચ મંગળવાર
11 માર્ચ બુધવાર
વિવાહ મુહૂર્ત એપ્રિલ 2020- કુલ 4 દિવસ
16 એપ્રિલ ગુરુવાર
17 એપ્રિલ શુક્રવાર
25 એપ્રિલ શનિવાર
26 એપ્રિલ રવિવાર
વિવાહ મુહૂર્ત મે 2020- કુલ 10 દિવસ
1 મે શુક્રવાર
2 મે શનિવાર
4 મે સોમવાર
5 મે મંગળવાર
6 મે બુધવાર
15 મે શુક્રવાર
17 મે રવિવાર
18 મે સોમવાર
19 મે મંગળવાર
23 મે શનિવાર
વિવાહ મુહૂર્ત જૂન 2020- કુલ 6 દિવસ
11 જૂન ગુરુવાર
15 જૂન સોમવાર
17 જૂન બુધવાર
27 જૂન શનિવાર
29 જૂન સોમવાર
30 જૂન મંગળવાર
વિવાહ મુહૂર્ત નવેમ્બર 2020- કુલ 3 દિવસ
27 નવેમ્બર શુક્રવાર
29 નવેમ્બર રવિવાર
30 નવેમ્બર સોમવાર કારતક પૂનમ
વિવાહ મુહૂર્ત ડિસેમ્બર 2020- કુલ 4 દિવસ
1 ડિસેમ્બર મંગળવાર
7 ડિસેમ્બર સોમવાર
9 ડિસેમ્બર બુધવાર
10 ડિસેમ્બર ગુરુવાર