Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

2020માં શનિ કરશે પોતાની જ રાશિમાં ગોચર, 19 વર્ષ બાદ ખુબજ દુર્લભ સંયોગ

આજથી નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. 2020ના પહેલા જ મહીને 24 તારીખે શનિ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શનિ ધનુ રાશિ છોડીને પોતાની જ રાશિ મકરમાં પ્રવેશ કરશે. આનું શુભ અશુભ ફળ દરેક રાશિ પર પડશે. જ્યોતિષીય દ્રષ્ટિએ વર્ષ 2020 દરેક રાશિ સાથે દેશ-દુનિયા માટે પણ ખૂબ જ ખાસ રહેશે.અન્ય ગ્રહ ખૂબ જ ઓછા સમયમાં રાશિ બદલે છે, જ્યારે શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે.

શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બધી જ રાશિઓ ઉપર તેની અસર શરૂ થઇ જશે. 2020ના મધ્યમાં શનિ વક્રી પણ થશે. આ સ્થિતિ 11 મેના રોજ બનશે. 2020માં બૃહસ્પતિ પણ તેની રાશિ બદલશે. 2020માં આ બંને ગ્રહોના રાશિ પરિવર્તનની સમાજ અને વ્યક્તિ વિશેષ ઉપર પ્રભાવ પડશે. આ સિવાય રાહુ પણ 23 સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તેનો પણ વ્યાપક પ્રભાવ બધી જ રાશિ ઉપર જોવા મળશે.

વર્ષ 2020માં શનિની સ્થિતિઃ

વર્ષની શરૂઆતમાં જ એટલે 1 જાન્યુઆરીએ શનિ અસ્ત થઇ જશે. જે લગભગ 32 દિવસ એટલે 1 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. ત્યાર બાદ શનિનું શુભ ફળ મળવાનું શરૂ થશે. ત્યાં જ 11 મેથી 29 સુધી શનિ મકર રાશિમાં વક્રી થઇ જશે. આ 142 દિવસો સુધી અનેક રાશિ ઉપર શનિનો અશુભ પ્રભાવ રહેશે. આ પ્રકારે આખું વર્ષ શનિની શુભ-અશુભ અસર તમામ રાશિઓ ઉપર રહેશે.

આ વર્ષે દેશની રાજનીતિ અને ભૌગોલિક સ્થિતિમાં મોટાં બદલાવ આવી શકે છે. દેશની સીમાઓ અને પાડોશી દેશ સાથે જોડાયેલાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ આ વર્ષે લેવાઇ શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318969
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now