આજનો માણસ
વોટ્સ અપ- ફેસબુક- ઇન્સ્ટા રસિયો
મેસેજ- પોસ્ટ કર્યા કરે ખૂબ ફોર્વર્ડીયો
જોયા કરે રાહ આવી કેટલી લાઈક્સ કોમેંટ્સ
કર્યા કરે ગપસપો ખૂબ વાતોડિયો
ખોટું અર્થઘટન કરે વાતનું કે વિચારનું
રાખે ન ધીરજ ખૂબ ઉતાવળિયો
ગતકડાં શોધ્યા કરે નવનવા થવા પ્રખ્યાત
ન માને કોઈનું, ખૂબ જિદ્દિલો.
- સુરેશ વાળા