ટોચ પર પહોંચી જવાયું હોત તો સારું હતું.
કે પછી પાછું વળાયું હોત તો સારું હતું.
હું કશું બોલી નથી શકતો, તું સમજી જા હવે,
એટલું બોલી શકાયું હોત તો સારું હતું.
એ સનાતન છે સનાતન છે ભલે લોકો કહે,
સત્યથી સાબિત થવાયું હોત તો સારું હતું.
આપણે મંજીલ સુધી ના જઈ શકયા ગમ એ નથી,
હાથ પકડી ને ચલાયું હોત તો સારું હતું.
એ લગોલગ આવીને ઊભા, ને હું ચૂકી ગયો,
એમને ભેટી પડાયું હોત તો સારું હતું.
ભર બપોરે છાંયડો થઈને ઊભેલા ઝાડ પર,
બે ઘડી વાદળ છવાયું હોત તો સારું હતું.
➡ રોનિક પટેલ
Good Morning .....
Jay shree krishna🙏🏻💐