સમય વહેતો રહે છે... આમ તો તેણીની સાથે તેની યાદો હંમેશા જ હોય છે.. પણ દિવસના અંતે જ્યારે તેણી તેને યાદ કરે છે.. ત્યારે એક મુસ્કાન તેના હોઠો પર આવી જાય છે. બંને માઈલો દૂર રહે છે અને મળવું સમય પર છોડ્યું છે.. બસ બંનેને આ રૂહનો પ્રેમ હવે ગમી ગયો છે અને રૂહ થકી એકમેકને પામીને પૂર્ણ થયા છે. ઊંમરના એક ઠરાવે જ્યારે બધું જ પાર પડી ગયુ હશે.. ત્યારે ઈશ્ર્વર તે બંનેને.. ભલેને થોડી જ મિનિટો માટે.. પણ મળાવશે જરૂર એવો બંનેને વિશ્ર્વાસ છે. બસ ત્યારે ચ્હા અને બાંકડાની સંગત એ જ તેમની મૂડી હશે!
- નિપા જોશી શીલુ