જત. લખવાનું છે મા
હવે. ક્ષેમકુશળ. કંઇ ના
ના ક્ષેમકુશળ અહીંયા
યાદ વીરડો. રોજ ઉલેચું
તોયે. તરસ છીપતી. ના
આવી છે કપરી વેળા.....હવે.
મળવાની આ તલપ. બિચારી
પળપળ. વધતી. જાતી
મારી ધીરજ તણી કસોટી
મા તું પણ કરવાની છો કાં?...હવે.
પરસ તણો. પારસમણિ
મારો. ઓચિંતો ઝૂંટવાયો
જગ બજારે. ભીડ વચાળે
હું બની. ગયો ઓશિયાળો
મરક. મરક થાતું.મુખલડું
મારે. હવે. દેખવું કયાં?...હવે
ચડતા પડતા. દડબડ દડતાં
આંસુ લોતા પાલવ. નોર્યા
કોઇ ઉચ્ચરતું નથી હવે તો
ઘણી ઘણી ખમ્મા....હવે.