Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવી હતી ઘણી વાતો તને, પણ મેં ક્યારેય કહી નથી,

બોલીને કહેવું મને ગમતું નથી,
'ને મૌન સાંભળવાની તનેય પડી નથી...
.
.

ફરિયાદ તો ઘણી છે આ દિલને તારા પ્રત્યે

પણ રિસાતા મને આવડતું નથી,
'ને મનાવવાની તનેય પડી નથી...
.
.

કંઈક હશે તારી ભૂલ,ક્યાંક હું પણ ખોટો હોઈશ સંબંધ માં

દૂર થવાનું કારણ હું જણાવતો નથી,
'ને પૂછવાની તનેય પડી નથી...
.
.

હા, નથી રહી મીઠાશ પહેલા જેવી સંબંધ માં હવે

પણ સંબંધ મારે તોડવો નથી,
'ને બચાવવાની તનેય પડી નથી...
.
.

આંખ તો કેટલીયે વાર ભરાઈ આવે છે તારી યાદોમાં

પણ રડવું મને હવે ગમતું નથી,
'ને મારી આંખ લૂછવાની તનેય પડી નથી
.
.

અંતર વધ્યું તો છે આપણી વચ્ચે એનું આ પ્રમાણ છે

હું દૂર જતો નથી,
'ને નજીક આવવાની તનેય પડી નથી...
.
.

હજી પણ રાહ જોવ છું એ જ માર્ગ પર જ્યાંથી તું છોડી ગઈ

હું આગળ વધતો નથી
' ને પાછું વળવાની તનેય પડી નથી...
.
.
.

યાદ તો આપણે બંને નથી કરતા હવે એક બીજાને
કારણ કે..તને હું ભુલ્યો નથી
'ને મને યાદ કરવાની તનેય પડી નથી.......

Gujarati Blog by Kavita Gandhi : 111318502
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now