છીએ રે! અમો ગગનવિહારી, ગગન રે! દુનિયા અમારી
પાંખ થી ઉડી એ ને સૌ સાથ ભમીએ
સરસર સંભળાય પતંગના અવાજ
ફડ ફડ ન સંભળાય પાંખના અવાજ
માંણે માનવી પતંગ ઉડાડવાની મોજ
કટ કટ કપાય પતંગ ને પાંખ રે!
હાય રે! કટ કટ કાપી નાખ્યા ગળા
ઉડો રે! ઉડો કપાશે પાંખ
ખેલ્યા રે! તે ખૂબ પતંગના ખેલ
તુજ ખેલથી રે! થઈ અમારી જિંદગી ખેલ
દડદડ રુદન કરતા બોલ્યું રે! પંખીડું:
હે! પાપી, નિર્દયી, નિષ્ઠુર, ક્રૂર
છે ન તુજ પાસ રે! ઉર
હે! માનવી છે તુજ સમ મારે રે! પરિવાર
મુજ વિના થઈ જશે રે! નિરાધાર
છીએ અમે રે! ગગનવિહારી, ગગન રે! દુનિયા અમારી
- સુરેશ