જાન્યુઆરીમાં જન્મેલા જાતકોનો હોય છે આવો સ્વભાવ, જાણો તેમની સારી ખરાબ આદતો અંગે
જાન્યુઆરીમાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે આજે આપણે વિસ્તારથી જાણીશું. સમાજમાં તેમનું સ્થાન મોભો કેવો હશે આજે જાણીએ વિસ્તારથી જ્યોતિષ વિજ્ઞાન શું કહે છે.
જાન્યુઆરીમાં જન્મેલા જાતકોના સારા ગુણ
આ જાતક સખત મહેનતુ હોય છે. કામ અને કરિયરને લઈને એક પ્રકારની દિવાનગી હોય છે. સંસ્કારી અને આદર્શવાદી હોય છે. સંવાદ શૈલીમાં કુશળ હોય છે. સ્પષ્ટવાદી વિચારોવાળા હોય છે.
જાન્યુઆરીમાં જન્મેલા જાતકોના ખરાબ ગુણ
પોતાની કમીઓને હંમેશા ઢાંકવાનો પ્રયાસ કરે છે. લોકોને જલ્દીથી ઓળખી નથી શકતા. આખી વાત સાંભળ્યા વગર જ રીએક્ટ કરે છે. ક્યારેક ક્યારેક પોતાની વાતને વળગી રહે છે અને પોતાનો જ કક્કો કુટે રાખ્યે છે.
આ ક્ષેત્રે મેળવે છે સફળતા
જાન્યુઆરીમાં જન્મેલા જાતકો ઇલેકટ્રોનિક મીડિયા. આર્મી, ચાર્ટડ અકાઉન્ટ, લેક્ચરરશિપ કે સોફ્ટવેર એન્જીનિયરિંગમાં આગળ આવી શકે છે. શિક્ષણ ક્ષેત્રે નામ કરી શકે છે. વેપાર તેમના વશની વાત નથી.
ભાગ્યશાળી અંક છે 5,3 અને 1
શુભ રંગ વાદળી, લાલ, કાચો પીળો
શુભ દિવસ- ગુરૂવાર, શુક્રવાર, રવિવાર
શુભ રત્ન- ગૌમેદ અને બ્લુ ટોપાઝ(રાશિ અનુસાર ધારણ કરવાથી વિશેષ ફળ મળશે)