9 જાન્યુઆરીએ ધન-વૈભવ કારક શુક્ર બદલશે તેની ચાલ, આ પાંચ રાશિઓને થશે ખુબજ લાભ
શુક્ર ગ્રહ 09 જાન્યુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્રના આ ગોચરની અવધી 03 ફેબ્રુઆરી સુધી રહેશે. કુંભ શુક્ર ગ્રહનો મિત્ર શનિ છે. વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર કલા, પ્રેમ, સૌંદર્ય, ધન,ઐશ્વર્ય તમામ પ્રકારના ભૌતિક સુખો અને કામ વાસનાનો કારક છે. શુક્રએ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર મીનનો ઉચ્ચ જ્યારે કન્યામાં નીચ ભાવમાં હોય છે. તો આજે આપણે વિસ્તાર પૂર્વક જાણી લઈએ કે કેવી રીતે શુક્રનું આ રાશિ પરિવર્તન કેવો પ્રભાવ કરશે તમારી રાશિ પર.
મેષ રાશિ
તમારી આવક વધશે. વેપાર રોજગારમાં પ્રગતિ થશે. ભાગીદારીથી વેપારમાં વૃદ્ધિ કરી શકશો. સમાજમાં પ્રભુત્વ વધશે. મોજ મસ્તી સાથે સમય વીતાવી શકશો.
વૃષભ રાશિ
તમારે કામ પર વધારે ધ્યાન આપવું પડશે. ફાલતુની વાતો ન કરશો. તકરારથી દૂર જ રહેજો. કાર્યક્ષેત્રમાં આળસ દૂર કરી અથાગ શ્રમ કરવાથી લાભ થશે. સફળતા પ્રાપ્ત કરી શકશો.
મિથુન રાશિ
ભાગ્ય તમારો સાથ આપશે. જે કાર્ય લાંબા સમયથી અટકી પડેલું હતુ તે પૂરૂ કરી શકશો. આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી શકશો. વેપાર રોજગારમાં પ્રગતિ કરી શકશો.
કર્ક રાશિ
નકામા પ્રવાસ અને વ્યર્થ ખરચાઓ થાય. આર્થિક સ્થિતિમાં ચડાવ-ઉતાર આવ્યા કરે. તબીયત સંભાળજો.
સિંહ રાશિ
વૈવાહિક જીવનમાં પ્રેમનો વરસાદ થશે. દામ્પત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો.
કન્યા રાશિ
આ સમય તમારા માટે થોડો કપરો રહેશે. આર્થિક નુકસાન થઈ શકે છે. આવક કરતા ખરચા વધશે. સખત પરિશ્રમ કરતા રહો. મહિલાઓને સન્માન આપો.
તુલા રાશિ
સંતાન પ્રાપ્તિના યોગ છે. શિક્ષણના ક્ષેત્રે આગળ વધી શકશો. ગુરૂજનોના આશીર્વાદ લો. પ્રેમ અને વિશ્વાસથી આગળ વધો.
વૃશ્ચિક રાશિ
સુખ સમૃદ્ધિમાં વધારો થશે. પારિવારીક જીવનમાં સુખ શાંતિ જળવાશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે.
ધન રાશિ
યાત્રા પ્રવાસના યોગ છે. મહત્વપૂર્ણ નિર્ણય કરી શકશો. આવકના સાધનો વધશે.
મકર રાશિ
સંવાદ શૈલી વિકસિત થશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વિકસિત થશે. ઉતમ ભોજન પ્રાપ્ત થશે. મનગમતી પ્રવૃત્તિ કરી શકશો.
કુંભ રાશિ
આ ગોચરની તમારા પર સકારાત્મક અસર થશે. માનસિક રૂપથી ખુબજ મજબુત થશે પ્રસન્નતાથી કાર્ય કરી શકશો. વ્યક્તિત્વમાં સુધારો આવશે.
મીન રાશિ
આવક કરતા ખરચો વધશે. સુખ સુવિધાઓમાં ખર્ચ કરશો. સાસરી પક્ષમાં અણધારી આફત આવશે. મોસાળ પક્ષથી સહાય મળશે.