Gujarati Quote in Motivational by Taran_Goswami

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પુણ્યશાળી પાપ--------
💐એક ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં એક યુગલ ભેગુ એક બાળક આવ્યુ હતુ.....☺️ઉમર બાર તેર વર્ષ હશે.😊સમજુ અને અણસમજુ કહેવાય એવી ઉમર....## મારા મેડિકલે અડ્રેસ પુછ્યું...બતાવ્યું...👍 😊બાળક સામે હસી વિક્સની ગોળી આપી.💐ડોક્ટરને બતાવી લેબોરેટરી પાસે આવીને બેઠા. ☺️😊બૈરા ભેગા થાય ને વાતો ગોતી કાઢે.💐બીજા દર્દી બેને પુછ્યું ..આ બાબો તમારો છે ?? ..હા..પણ એ તો દત્તક લીધેલ છે..!!!...!!!!!!!!!
હવે તો ટેક્નોલોજી આવી ગઇ છે તો........
વાત કરે ત્યાં લેબોરેટરી વાળા ભાઈએ લોહી સેમ્પલ માટે બોલાવ્યા...વાત અધૂરી રહીં...પરંતું....સરવા કાન કરી બાળક આ વાત સાંભળી ગયુ... તરત નાસ્તો મુકી દીધો.ગંભીર બની ગયું. ફાઇલ જોવા લાગ્યું.આછી આછી ખબર પડી ગઇ... ....😢ને કોઈને ખબર ન પડે એમ રોવા લાગ્યું..😢આંસુ ફાઇલ પર પડ્યા.😢
એની મમ્મી લેબોરેટરીમાંથી બહાર નીકળ્યાં એ પહેલાં આંસુ લુઇ હાથ પકડી કહેવા લાગ્યો "મમ્મી હાલ ને ઘેર..મમ્મી હાલ ને ઘેર...આય ગમતું નથી..😢
મમ્મી કહે કેમ..કોઈ દિ આવુ કરતો નથી...
હમણાં ઘેર જઇએ...
તુ નીચે નાસ્તો કર અમે ઉપર રિપોર્ટ બતાવીને આવીએ....👍
મમ્મી બતાવીને આવી એનાં પપ્પા ફાકી ખાવા ગ્યા...👍👍બાળક દેખાયું નહીં.
એની મમ્મી બાળકને ગોતવા લાગી. એનાં પપ્પાને પુછ્યું..પરંતું એનાં ભેગુ તૌ નહોતું..
આમ તેમ બધે ગોતવા લાગ્યા....થોડી વાર પછી વ્યાકુળ બેનને બેસવા ટેબલ દીધું. પણ બેનનો જીવ તાળવે ચોંટી ગ્યો તો.મે કીધું પાણી પી લ્યો.ના મારો છોકરો મળે પછી પાણી પીશ. મે વાતે ચડાવવા કીધું"તમે પેલાં બેનને કહેતાં હતાં કે આ તો મે દત્તક લીધેલ છે જે સાંભળી તમારો બાબો રોતો હતો...જુઓ ફાઇલ ભીની હશે...!!!!બેન ફાઇલ ઉપર હાથ ફેરવી રોવા મંડી..
મે પુછ્યું બાબો નહીં મળે તૌ!!!
જોરથી બરાડી ઉઠ્યા...એવું બોલોમા ભાઈ..મે મોટુ પાપ કર્યું..છે😢
મે ફરી પુછ્યું "બાબો મળી જાય તો"
એમણે કહ્યુ તમારા મોઢામાં ઘી સાકર..
બેન આમ તેમ જોતાં હતાં ત્યાં હુ પાછલા બારણેથી લેબોરેટરીમા નાસ્તો કરવા બેસાડ઼ેલ બાબાને લઇને આવ્યો.....☺️માતા
દોડીને બાબાને ભેટી પડી.. ચૂમવા લાગી.. છાતી સરસો ચાંપી લીધો...
દ્રશ્ય જોઇ કાનુડો અને યશોદાજી યાદ આવી ગ્યા.
એનાં પપ્પા આવ્યાં ત્યારે બેન એટલું જ બોલ્યા..મારે આના સિવાય બીજુ કાંઇ નથી જોતું.........👍👍
મે માતા પુત્રને 15 મિનીટ વિયોગ આપ્યાં નું પાપ કર્યું..😢
બાબો મારો હાથ પકડીને કહે"અંકલ તમે મારે ગામ મારે ઘેર આવજો....👌👌
આવશો ને....👌👌

Gujarati Motivational by Taran_Goswami : 111318146
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now