બાગ મારો ભક્તિનો લીલોછમ બનાવજો,
કાંટો ભલે કોઈ વાગે એને ખીલાવી રાખજો.
પ્રભુ નામ જપનું ખાતર બનાવી હું સિંચુ,
પ્રેમરસ તમે પીવો ને મને પીવડાવજો.
રોગ જો લાગે મને અશ્રદ્ધાનો તમે બચાવજો,
ચંપો ચમેલી મોગરો પુષ્પ ચડાવું મધમાવજો.
જન્મો જનમ આ પ્રેમરસ ધરાવી રાખજો,
ભટકે નહીં મન બીજે એટલું સાચવી રાખજો.
વિનંતી એટલી પ્રેમથી કરું હું સ્વીકારજો,
પૂર્ણતા તુજથી સુગંધિત જીવન મહેકાવજો.
દિપ્તીબેન પટેલ.
વડોદરા.