🌹🌹એક ઘટના....🌹🌹
રોજ સવારે એક ઘટના બને છે.
હું જાગુ
ત્યારથી જ જીવન મળે છે.
સૂઈ જાઉં છું રોજ રાતે
જાણે મૃત્યુના ખોળામાં
બીજે દિવસે સવારે નવો જ જન્મ મળે છે.
નાના બાળકે
પહેલી જ વાર આંખ ખોલી હોય
એવા કૂતુહલ સાથે દુનિયા મળે છે.
સાંજ થતાં માં તો એ પરિપક્વ પ્રૌઢ બને છે.
રોજ જ નવા અનુભવો સાથે જીવાય એવું બને છે.
ન બદલાતું હોય તો એજ
કે તારા એહસાસ થી જ જીવન બને છે.
-કુંજદીપ.