હું તો મારા. મનની. વાતો કહેવાને આવ્યો છું
બસ ફકત કહેવાને. આવ્યો છું
લાગણીઓના. લીલા. તોરણ
વીણવાને. આવ્યો. છું
પ્રેમના તરણાથી. નીડ. રચીને
એમાં આનંદે. રહેવાને. આવ્યો. છું
ગમી જાવ તો નયનોમાં
અંજન. થઇ વસવાને આવ્યો છું
ઉર ધબકનો. તાલ બનીને
નર્તન કરવાને આવ્યો. છું.