અઢળક વરસ્યો અંદર હૈયે એ હરખ સમાયો,
ભાવ ભીની લાગણીઓ સાથે રાગ મલ્હાર ગવાયો,
દેડકાઓ ના ટર ટર માં પણ મેહ તને પુકાર્યો,
પુકાર અમારી સાંભડી તું દોડતાં દોડતાં આવ્યો,
તારા માટે વ્રત ચાતક નું પાણી તારું જ પીવું,
તું જો ના વરસે તો પાણી વિના જ રહેવું,
તારા આગમન થી જાણે હૈયું ભરાય કેવું?
યાચના મારી એ જ સદા, તારે આવતા રહેવું,
તું આવે ને લાવે સંગે સોડમ ની ભરમાર,
મયુર તને આપતો રહે, હૈયા કેરો આવકાર.
🌹✍🏻 દાવડા કિશન "અવકાશ"