શું ફેર પડે છે !
ચાવી મૌન ના તાળા ની મળે કે પછી
બંધ વાચા એ સ્મિત નીકળે
શું ફેર પડે છે !
પેટારા માં દબાયેલું મન ઝળહરે કે પછી
સંઘરેલા આંસુઓ નો ભાર નીકળે
શું ફેર પડે છે !
આંખો ની માતૃભારતી ના અક્ષરો ઝાંખા ઉકલે કે પછી
લાગણીને ડાયરી માં કેદ કરી સાચા જામીન મળે
શું ફેર પડે છે !
સબંધ ના રહસ્ય ઉકેલવા સ્વભાવ ને દાટવા પડે કે
પછી જીવતે જીવતા શરીર ને શબ માનવા પડે
શું ફેર પડે છે !
ગાંઠ ના ઘાવ ને રુઝાવા મલમ શોધવા પડે કે પછી
સાંકળ બાંધી ફરીથી દર્દ જીવતા કરવા પડે
શું ફેર પડે છે !