આકર્ષણ v/s પ્રેમ....
ખરેખર તો, આ બે શબ્દ સંબંધ વચ્ચે ની ભેદ રેખા ખૂબ જ પાતળી અને નાજુક હોય છે....
આકર્ષણ હોય ત્યાં, પ્રેમ હોય જ,એવું ખાતરી પૂર્વક કહી ન શકાય ...પરંતુ,
વ્યક્તિ પ્રત્યે ના પ્રેમ માં, એના તરફ નું એક છુપુ આકર્ષણ હોય છે, એ વાત ચોક્કસ પણે માની શકાય .......
આકર્ષણ ફક્ત તમને પલાળી શકે.
જ્યારે પ્રેમ, એ તો રોમ રોમ થી ભીંજવી જાય છે.....
કદાચ,આકર્ષણ માં "પ્રેમ સાચો છે" એ સાબિત કરવા માટે પ્રેમ નો દેખાડો કરવાની જરૂર લાગે...
પરંતુ,
પ્રેમ ને દર્શાવવા માટે, આકર્ષણરૂપ પ્રદર્શન કરવાની જરૂર ક્યારેય રહેતી નથી...
વધતા જતા આકર્ષણ ને અંતે એમાં , કોહવાટ ને કારણે, અધિકારત્વ ની વાસ આવવાની શરૂઆત થાય છે..
અને ત્યારે તે, આકર્ષણ મટી ને એક અકળાવનારું બંધન સાબિત થાય છે ...
જ્યારે,
પ્રેમ કોઈને બાંધી રાખ્યા વિના જ, નિર્મળ ઝરણા ની જેમ સતત અવિરત વહેતો જોવા મળે છે...
આકર્ષણ ઘણી વાર કોઈ ચોક્કસ નામ ધારણ કરવા માટે ધમપછાડા કરતું જોવા મળે છે....
જ્યારે,
પ્રેમ, એ ક્યારેય કોઈ સગપણ કે સંબોધન ની ફ્રેમ માં ફીટ થવાની મથામણ કરતો નથી...
આકર્ષણ ક્યારેક દેખાડો કરવાની જીદ પણ કરે છે
પરંતુ,
પ્રેમ મોટે ભાગે સંતાઈ કે છુપાઈને રહેવાનું પસંદ કરે છે...
Naresh Gajjar