કમીટમેન્ટ...
કમિટમેન્ટ શું છે ? કોઈને પ્રોમિસ આપી દીધા પછી મન ફાવે તેમ જીવન વિતાવવું અને સમય આવે ત્યારે પોતાના સ્ટેટ્સને કમિટેડમાંથી અગેન્જ અને પછી મેરિડનું સ્ટેટ્સ રાખી પોતાનું વચન નિભાવવાની વાહ વાહી કરવી એ ?
કેટલા લોકો કમિટમેન્ટ આપ્યા પછી એને સાચી રીતે પાળી શક્યા છે ? કમિટમેન્ટ આપ્યા પછી જ્યારે બે પાત્રોને કોઈ કારણથી દૂર થવાનું થયું તો બંનેના જીવનમાં ક્યાંકને ક્યાંક કોઈ ત્રીજું તો પ્રવેશે જ છે, જેની એકબીજાને ક્યારેય જાણ નથી હોતી અને છતાં સંબંધ કહેવા માટે તો કમિટમેન્ટ વાળો. ઘણા એવા હોય છે જેમને એકપક્ષ પોતાના પ્રેમને બરાબર નિભાવતો હોય તો બીજો પક્ષ માત્ર નિભાવવાનું નાટક કરતો હોય. એવું પણ નથી કે દરેક સંબંધમાં આવું જ બને છે. હજારોમાં એકાદ સંબંધ એવો હોય છે જે કમિટમેન્ટને બરાબર સમજે છે, નિભાવે છે, ભલે એકબીજાને મળી ન શકે પરંતુ દિલથી આપેલું કમિટમેન્ટ દુનિયા માટે નહીં પરંતુ એક વ્યક્તિ માટે નિભાવી જાણે છે.
ખરા અર્થમાં કમિટમેન્ટનો મતલબ જ વિશ્વાસ છે. જે આજે ઓગળી રહ્યો છે. કોઈને જો તમે એકવાર કમિટમેન્ટ આપી દો તો પછી સામે કોઈપણ આવે પીગળી જઇએ તો એ કમિટમેન્ટ કેવી ? કમિટમેન્ટ આપી છે તો એને નિભાવી જાણો, છેલ્લા શ્વાસ સુધી. તો જ તમે સાચા પ્રેમની અનુભૂતિ પણ કરી શકશો.નહિ તો સાચો પ્રેમ માત્ર વાર્તા અને ફિલ્મોમાં જ જોવા મળશે. વર્ષો સુધી કોઈ એક જ વ્યક્તિને ચાહી શકશો, લાખ સુંદર ચહેરા પણ તમને ગમતી એ વ્યક્તિ આગળ ફિક્કા લાગશે, બસ કમિન્ટમેન્ટ શબ્દોનું નહિ દિલનું હોવું જોઈએ, કારણ કે શબ્દો તો ક્યારે પલટાઈ જાય એ કોઈને ખબર નથી...!!!
@શ્યામ