*શુભારંભ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
_એક વાત કહું_ *?*
૨૦૧૯ ની સાલ પૂર્ણ થઈ ગઈ,
શું કર્યું *?*
શું મેળવ્યું *?*
તમારો એ જ સ્વભાવ તમારી એ જ હવા,
શું ફરક લાવી ને રાખી દીધો આ વર્ષમાં ?
*ચાલોને દિલને સાફ કરવાનું શુભારંભ કરીએ*.
કેટલા લોકો તમારાથી દુઃખી છે,
કેટલાને તમે રંગ બદલતા જોયા ?
*ચાલોને આપણેજ સુધરવાનું શુભારંભ કરીએ*.
કોઈ તમારી ઈર્ષા કરે,કોઈની તમે કરો છો !
અરે શું ફરક લાવીને રાખી દીધો આ વર્ષમાં ?
*ચાલોને ખોટાને નજરઅંદાજનું શુભારંભ કરીએ*.
વર્ષો તો આવતા જ રહેશે અને જતાં પણ જશે,
માણસ પણ સહન કરતા કરતા બદલી જશે !
*ચાલોને થોડું ભૂલીને માફનું શુભારંભ કરીએ*.
*_અરે ચાલોને નવી સાલમાં_* ?
*_નવી રીતે જીવવાનું શુભારંભ કરીએ_*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD