Gujarati Quote in Blog by Ronik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી જા ૨૦૨૦ દરવાજો ખુલ્લો જ છે.!

અંદર આવ પણ થોડીવાર થોભીને આવજે..!
બારસાખ નજીક પગલુછણીયે *અહમ્* ખંખેરતો આવજે..!

તુલસીનાં ક્યારે મનની *અતૃપ્તિ* ચઢાવી આવજે,
મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે
ત્યાં *નારાજગી* વીંટાળી આવજે..!

પોતાની *વ્યસ્તતાને* બહાર ખીંટીએ ટાંગી આવજે,
'ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું *નટખટપણું* માંગી લાવજે..!

પેલાં ગુલાબનાં છોડ પર *હાસ્ય* ખીલ્યું છે,
એવું જ સરસ મઝાનું સૌને આખા વર્ષ સુધી હાસ્ય આપજે..!

લાવ, પોતાની *મૂંઝવણો* મને પકડાવી દે,
તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં..!

જોને તારાં માટે આ સાંજ બિછાવી દીધી છે,
'ને પેલાં સૂરજને તારા માટે ક્ષિતિજે બાંધી દીધો છે..!

આકાશે લાલીમા છાંટી છે,
પ્રેમને વિશ્વાસનાં ધીમાં તાપે ચાક ચઢાવી છે..!

*ઘુંટડે-ઘુંટડે માણજે..*
*સાંભળને વેલકમ ૨૦૨૦*

Happy new year💐
Good morning
Jay shree krishna🙏🏻💐

Gujarati Blog by Ronik : 111316609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now