Gujarati Quote in Poem by Mahesh Vegad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખ ખૂલે એટલામાં તો વરસ વીતી ગયું,
કૈંક સૂઝે એટલામાં તો વરસ વીતી ગયું.

તન ઝુકાવ્યું મન ઝુકાવ્યું, એટલાથી શું થયું?
શીશ ઝૂકે, એટલામાં તો વરસ વીતી ગયું.

લાલચી સૌ બંધનોમાં જીવ સપડાઈ ગયો,
મોહ છૂટે એટલામાં તો વરસ વીતી ગયું.

બહુ કરી ભૂલો ને અંતે સત્ય સમજાયું તને,
ભૂલ ભૂલે એટલામાં તો વરસ વીતી ગયું.

જિંદગીનું ખૂબ સુંદર ચિત્ર તો તે દોર્યું,પણ
રંગ પૂરે એટલામાં તો વરસ વીતી ગયું.

Gujarati Poem by Mahesh Vegad : 111316503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now