મારે ટીકટોકસ્ટાર બનવું
હાલ બદલે,હેરસ્ટાઈલ બદલે રોજ
આપે અવનવા પોઝ રોજ
પાડે ફોટાઓ નવા નવા રોજેરોજ
કર્યા કરે ફોટાની મોબાઈલમાં ખોજ
ભાતભાતના રાખે ચહેરા પર હાવભાવ
રટણ કર્યા કરે મનમાં હુ કંઇક થાવ
વિચારે મનમાં દુનિયા છે મારી પાગલ
કરી નાખે પોતાની જાતને ખુદ પાગલ
ન આવડતું હોય ગાતા તોય ગાયા કરે
ન આવડતું હોય નાચતા તોય નાચ્યા કરે
ગણાવ્યા કરે ટિક ટોક માં આટલા ફોલોઅર્સ
પણ છે તારી જિંદગીમાં કેટલા ફોલોઅર્સ?
- સુરેશ વાળા