દીવો લઇને શોધવું પડશે અસ્તિત્વ મારૂ
ખોવાઇ ગયું. છે. મહોરાના. નગરમાં
મહોરાના સદન છે
મહોરાના. ઉપવન છે
મહોરાના ચૌટા ને ચોરા અહીછે
ડગર ડગર પર એ આથડતા મળે છે
ઘડીભર ઊભોરહુ છું ઓળખવા
સમાનતામાં. ઢળેલા રૂપ ઓળખવા શી રીતે?
વટાવી દીધી છે નગરની. સીમા. મેં
કદાચ ભેટો થઇ જાય નીજનામહોરા સાથે!