2019 વિદાય કરી,
2020 આવકારું છું...
વીત્યું વર્ષ સોનેરી જાણે,
આવતાં ને વધાવું છું...
લોક મળ્યા બધા અવનવાં,
દરેકને સંભારુ છું...
અહિત ઇચ્છયું ભલે અમારું,
તોયે હિત એમનું વિચારું છું...
ભૂલી પાસાં જે હતાં ખોટા,
નવી જ ક્ષણો સજાવું છું...
હળીમળીને ઉજવીએ આ ઉત્સવ,
પરિવાર આ એક હું માનું છું...
ભૂલ હશે ક્યાંક ચોક્કસ જ મારી,
માફી દરેકની હું માંગુ છું !!! Nidhi