જે સ્ત્રીની હથેળીમાં માછલીનું ચિન્હ હોય તે ખુબજ ભાગ્યશાળી હોય છે
સામુદ્રિક શાસ્ત્રમાં અત્યાર સુધી આપણે જોયું છે, કે મહિલા કે પુરુષ એટલે કે વ્યક્તિના દેખાવ કે તેના વર્તન પરથી તે વ્યક્તિના સ્વભાવની જાણ થઇ શકે છે. પરંતુ તેની સાથે સામુદ્રિક શાસ્ત્ર દ્વારા તે મહિલાના ભાગ્યની જાણ થઇ શકે છે, આવો જાણીએ કે મહિલાના શરીર પરના ક્યા ચિન્હોના આધારે મહિલા કેટલી સૌભાગ્યશાળી છે ? તેના વિશે વિગતે માહિતી મેળવીએ.
ગોળ ચહેરો ધરાવતી મહિલા
જે મહિલાનો ચહેરો ગોળાકાર, રંગ ગોરો, આંખો મોટી અને હોઠ હલકા રંગના લાલાશ પડતા હોય તો તે મહિલા પોતાના જીવનકાળમાં દરેક સુખનો લાભ લઇ શકે છે.
આંખો ઉપર-નીચેનો ભાગ
જે મહિલાની બંને આંખોના ઉપર નીચેના ભાગ પર હલકો લાલ, કીકીનો રંગ કાળો અને સફેદ ભાગ ગાયના દૂધ સમાન અને ભમરોનો કાળો હોય તો તે મહિલા સારા ગુણો ધરાવતી હોય છે. જો મહિલા ગોરી કે શ્યામ રંગની હોય તો મોં, દાંત અને માથું ચીકણું હોય તો તે બહુ ભાગ્યશાળી હોય છે, સાથે તે પોતાના કુળનું નામ ઉજાગર કરે છે.
શરીર કોમળ હોય તેવી મહિલા
જે મહિલાનું કોમળ અંગ, નેત્ર અને પેટ હરણ સમાન હોય આ પ્રકારની મહિલા ગરીબ ઘરમાં જન્મ લે તેમ છતાં તેને રાજા જેવો પતિ મળે અને તેને દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. અંગૂઠા અને આંગળીઓ પાતળી અને સુંદર હોય તેવી મહિલાઓ ભાગ્યશાળી હોય છે.
હથેળીમાં માછલીનું ચિન્હ
જે મહિલાની હથેળીમાં માછલીનું ચિન્હ હોય તો તે સુંદર, ભાગ્યશાળી હોય છે, અને જો સ્વસ્તિકનું ચિન્હ હોય તો તે ધન આપનારી હોય છે. જો કમળનું ચિન્હ હોય તો રાજપત્ની ગુણવાન પુત્રને જન્મ આપે છે. જે મહિલાની હથેળીમાં ગોળાકાર વૃત્તનું ચિન્હ હોય તો તે ચક્રવર્તી રાજાની પટરાણી હોય છે, તથા જો હથેળીમાં શંખ, છત્રી, અને કાચબાનું ચિન્હ હોય તો તે રાજમાતાનું સુખ પામે છે.
જે મહિલાની હથેળીમાં ત્રિશૂલ, તલવાર, ગદા અને નગારા જેવી રેખા હોય તો તે દાન આપનાર અને યશ પ્રાપ્ત કરે છે, સાથે બંને હથેળીના અંગૂઠા સીધા, ગોળ અને નખ કોમળ હોય છે. તેમનું જીવન સુખી હોય છે.