રોજ સવારમાં તું મને જોવા મળી જાય,
આ આંખોને એક અનેરી ટાઢક મળી જાય,
વિરહમાં તડપતા મારા હૈયાને પણ,
એક મીઠી જોને આહટ મળી જાય,
થાય એમ કે કેદ કરી લઉં તારી દરેક યાદ કોઈ ખૂણે,
લાગે એવું જાણે મને કોઈ ખજાનો મળી જાય,
ક્યાં ગુરુત્વાકર્ષણ બળથી ખેંચી રહી છે તું મને?
તારામાં જાણે મારુ આ આખું આયખું ઢળી જાય,
બસ તારાથી જ જીવવાની નવી આશ છે મને,
નહિ તો આ શરીર પણ વિરહમાં ક્યારનું ઝળી જાય !!
#કેપ્ટન @શ્યામ