😘 *અંતર નુ વ્હાલ*😘 કવિતા.... ૩૦-૧૨-૨૦૧૯
આવ દિકરા તને વ્હાલ કરુ,
દિલનું હેત મારુ ન થાય કદી અળગુ.
આવ દિકરા...
અંતરની અમી વહાવી દંઉ અને ઉરમાંથી વ્હાલની સરવાણી વહાવુ,
મારી મમતા ની સ્નેહસરિતા ક્યાં કદી બાંધે બંધાણી, આશિષ, દુવા સદા તને જ અર્પણ. 🙌
આવને દિકરા તને વ્હાલ કરુ...
મા દિકરા ના અમર પ્રેમ ના તાંતણે,
જકઙી રાખુ તને મારા હૈયાના બારણે,
આપી આશિર્વાદ તારી જીંદગીમાં ઝળકુ. 🙌
આવ દિકરા તને વ્હાલ કરુ.
સ્નેહ ભરી નજર અને મારા આશિષ ઓવારણા
વ્હાલના બંધન સામે બધા સબંધ છે વામણા,
સુખી રહો અને ખુશ રહો પછી તારી આંખોમાં મલકું.
આવ દિકરા તને વ્હાલ કરુ...
😘😘😘😘😘
ભાવના ભટ્ટ અમદાવાદ....