*🌟*
*આવી જા 2020*
*દરવાજો ખુલ્લો જ છે*
*અંદર આવ..*
*પણ જરા થોભી જા*
*બારસાખ નજીક રાખેલાં*
*પગલુછણીયે તારો*
*અહમ્* ખંખેરતો આવજે..
*'મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે*
ત્યાં *નારાજગી* વીંટાળી આવજે..
*તુલસીનાં ક્યારે*
*મનની *અતૃપ્તિ* ચઢાવી*
*આવજે..*
પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે..*
પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે..
ને
બહાર રમતાં બાળકો
પાસેથી થોડું *નટખટપણું*
માંગી લાવજે..
પેલાં ગુલાબનાં છોડ પર *હાસ્ય* ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે..
લાવ, પોતાની *મૂંઝવણો* મને પકડાવી દે
*તારાં થાક ઉપર મનામણાનો* *વિંઝણે ઝુલાવી દઉં..*
*જોને તારાં માટે*
*સાંજ બિછાવી દીધી છે અને*
*સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે*
*આકાશે લાલીમા છાંટી છે..*
*પ્રેમ ને વિશ્વાસનાં ઘીમાં તાપે ચાક ચઢાવી છે*
*ઘુંટડે-ઘુંટડે માણજે..*
*સાંભળને..વેલકમ 2020*