આ ડાળને પર્ણ. ફૂટયા
વૃક્ષ ઘેઘૂર બન્યુ છે
એની ડાળે વિહરવાને કોઇક તો જોઇશે
હ્રદયની વ્યથા ઠલવાય શબ્દોમાં
એ શબ્દ સાંભ્ળવાને કોઈક તો જોઇશે
રડવા. માટે તો એકાંત ને ખૂણો બસ છે
હસીને તાળી પાડવાને કોઇક તો જોઇશે
જીવનનો. ઢાર વેંઢારીને અંતે હું સૂતો છું
પણ. નનામી ઉપાડતા કોઇક તો જોઇશે.