ગ્રહણ પછીનો આ ઉજાસ જો,
કાંઈક તો સ્પષ્ટ થયું જ છે ;
આમ તો આ સરળ વાક્ય જ છે....
આ કવિતા કદાચ ન ગણી શકાય પણ દરેક વાક્ય માં કવિતા હોય છે એવું દ્રઢ પણે હું માનું છું.....
એટલા માટે આ પંક્તિનું આખા કાવ્ય માં રૂપાંતરણ કર્યું છે..
અને કદાચ વિશ્વાસ ખરો ઠર્યો છે મારો...
નીચે આખું કવન...
ગ્રહણ પછીનો આ ઉજાસ જો,
કાંઈક તો સ્પષ્ટ થયું જ છે;
ગગન મધ્યેની આ બીછાત જો,
કાંઇક તો અગમ થયું જ છે;
સરળ ભલેને ખગોળીય છે,
કાંઈક તો અલગ થયું જ છે;
અસર ભલેને ગમે તેવી હો,
કાંઈક તો સઘન થયું જ છે;
તરત કંઇ ના ગણી લેતાં હોં!
કાંઇક તો અધ્ધર થયું જ છે!!
--- દેવાંગ દવે ©