સપનામાં જોવા મળે પોતાનું મૃત્યુ, તો જાણો શું કહે છે જ્યોતિષ
આપણે મોટાભાગે સપના જોતા હોઈએ છીએ. કેટલાક એટલા આશ્ચર્યજનક અને ડરામણા પણ હોઈ શકે છે. જેમ કે પોતાનું મૃત્યુ થતા જોવું, પોતે ઉડતા જોવા, સપનામાં પાણી દેખાવું વગરે. મોટાભાગના લોકોની માન્યતા હોય છે કે સપનાની દુનિયા એવી હોય છે, જ્યાં કઈપણ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક સપનાનો એક વિશેષ અર્થ હોય છે, સપનામાં ભવિષ્યનો એક સંકેત છુપાયેલો હોય છે.
જાણો સૌથી વધુ જોવા મળતા સપના સાથે જોડાયેલી વાતોને...
મૃત્યુનું સપનુઃ-
ઘણીવાર આપણે પોતાના મૃત્યુના સપના પણ જોઈએ છીએ. તેને લઈને આપણે ઘણા ચિતિત થવાની જરૂર નથી, કારણ કે આવા સપનાનો સંકેત હોય છે કે તમે પોતાની બુરાઈઓ છોડીને આગળ વધવા તૈયાર છો. જો કોઈ પ્રિયનું મૃત્યુ સપનામાં જોવા મળે તો સમજી જાઓ કે તેન જીવનમાં કઈક નવું અને સારું બનવાનું છે.
તૂટેલા દાંતઃ-
દાંતનો સંબંધ આપણા આત્મવિશ્વાસ સાથે છે. સામાન્ય રીતે જે લોકો પોતાની સુંદરતાને લઈને ખૂબ જ વધુ સજાગ રહે છે, તેમને આ પ્રકારના સપના આવે છે. તે સિવાય જો તમને મહેસૂસ થાય કે સામેવાળા વ્યક્તિ તમારા વિશે સારું નહીં વિચારી રહ્યો હોય, ત્યારે પણ એવા સપના તમને પરેશાન કરી શકે છે.
આગળ વાંચો કેટલાક બીજા ખરાબ સપના વિશે....
ઊંચાઈએથી પડવુઃ-
- આ સપનું જીવનના ખોટા રસ્તે કે અસંતોષની ભાવના તરફ ઈસારો કરે છે. શક્ય છે કે કોઈ વાતના ડરના કારણે આપને વારંવાર એવા સપના આવી રહ્યા હોય, આ સ્થિતિમાં સૌથી પહેલા પોતાની પરેશાનીનું કારણ શોધો અને પછી તેનો ઉપાય કરો.
કોઈ પીછો કરી રહ્યું છે –
તેનો અર્થ છે કે અચેતન મનનો ઈશારો હોય છે કે તમે કોઈ મહત્વના સંબંધ કે સ્થિતિ ધ્યાન બહાર કરવાની કોશિશ કરી રહ્યા છે, આવા વિચારોથી તમે બહાર નથી આવી રહ્યા, ધ્યાન આપો, સમસ્યાથી ભાગવા ઉપરાંત તેનો સામનો કરવાનો જ ઉપાય છે. આગળ વાંચો અન્ય સપનાઓના શું સંકેત હોઈ શકે છે.
વિશ્વાસઘાત સારો છે!
સપનામાં તમારી સાથે વિશ્વાસઘાત થાય તો સમજી લો કે આપની કોઈ મોટી પરેશાની ઝડપથી પૂરી થશે. આ પણ શક્ય છે કે આપને પરેશાન કરનાર વ્યક્તિ આપનાથી દૂર જનારા હોય. પાણીના સપના શું સૂચવે છે...
વાર લાગવી કે ટ્રેન ચૂકી જવીઃ-
ક્યાંય પહોંચવામાં મોડું થઈ જવાનું સપનું જણાવે છે કે કોઈ વિશેષ કાર્યને લઈને આપ વધારે સજાગ છો અને તેમાં કોઈ પણ પ્રકારની ગડબડ થઈ જવાની આશંકાથી પરેશાન પણ હોઈ શકે છે. કોઈ વાર મોડું થઈ જવાના કારણે ટ્રેન છૂટવાનું સપનું પણ જોવા મળે છે, આ કોઈ કાર્યની નિષ્ફળતા તરફ ઈસારો કરે છે. સપનામાં જ સાચા સમયે ટ્રેન પકડી લો છો, તો સમજો કે કોઈ વિશેષ કાર્યમાં આપ સફળતા મેળવી શકો છો.
પાણી સપનામાં જોવા મળે –
-સપનામાં પાણી મોટાભાગે જોવા મળે છે. જો આપને સ્થિર પાણી જેમ કે તળાવ જોવા મળે તો એ જીવનની એકરસતા તરફ સંકેત કરે છે. ત્યાં નદી, એટલે કે ગતિમાન જળ જોવાનું તાત્પર્ય છે કે આપની જિંદગી સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. સપનામાં સમુદ્ર જોવા મળે તો તેનો અર્થ છે આપની જિંદગીમાં ઝડપથી કોઈ સમસ્યાનો અંત આવશે.
- ઝરણામાં ન્હાવાનું દ્રશ્ય પણ નજીકના ભવિષ્યના શુભ સમાચારનો સંકેત આપે છે. ગંદા પાણીનો અર્થ છે કે ખોટી સંગતમાં તમે ફસાઈ શકો છો. દાંત પડતા હોય તેવું દેખાય તો શું સંકેત હોઈ શકે છે.