Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' બા એકવાર પાછી આવને'

સાંતા ક્લોઝ તો....
મોટી ક્લબમાં આવે,પાર્ટીઓમાં આવે,
હોટેલમાં આવે.
બા, તું જ એકાદ રોટલી ચૂલા ઊપર ચડાવ ને !
બા, એકવાર પાછી આવ ને !

બા, સફેદ મોજામાં તારા જેવો સ્પર્શ
નથી વરતાતો,
રસોડામાં રોજ સવારે
ધીમું ધીમું,.એ પણ કેમ નથી ગાતો ?
બા, એને તો ગુજરાતી પણ નથી આવડતું.
શું કરવી મારે એની સાથે વાતો ?

બા, સાંતા ક્લોઝ તો ફક્ત ગીફ્ટ આપે છે.
જો શક્ય હોય તો થોડા આશીર્વાદ પણ
એની સાથે મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

બા, સફેદ દાઢીમાં
તારા જેવું સ્મિત કેમ નથી દેખાતું ?
એના ખોળામાં માથું મુકવાનું મન નથી થાતું.
બા, આ બાજુ
તલ શીંગની ચીકી ને મમરાના લાડુ,
ને પેલી બાજુ
ચોકલેટની રેલમ છેલ.

બા, આ બાજુ
તારા અવાજમાં હજુ પણ ગુંજતા હાલરડા,
ને પેલી બાજુ જિંગલ બેલ.
બા, જિંગલ બેલની ટયુનમાં એકાદ હાલરડું મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

બા,
સાંતા તારા જેટલો ક્લોઝ તો ન જ આવી શકે.
એના થેલામાં એક વાર તારી જાતને મોકલાવ ને !
બા.......
એક વાર પાછી આવ ને !


🍀

Gujarati Blog by Kotak Sanket : 111312862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now