આ વિભુ રચી તે દુનિયામાં
જીવવું. કે. મરવું શું કરવું?
ઓ મહાતાજ તું જવાબ દે
ખીલવું કે મુરઝાવું શું. કરવું?
આ અંતર મારૂ ભડકે બળેને
આંખડીએ. અશ્રુધારા
આ ધારા કેરા. પ્રવાહમાં
ડૂબવું. કે તરવું. શું. કરવું?
આ જીવન. કુસુમ ખીલ્યું છે
કંટકની. સંકટ ડાળી પર
કંટક કેરી. ચૂભન. પામી
હસવું કે. રડવું. શું. કરવું?