જિંદગીના. ઝૂઝવા રૂપને તું. જોઇ લે
કેવા એના વહેણ છે.એહને પણ જોઇ લે
લાખ મના છતાંય પાછા ના વળે
એ સમયના કાફલાને મનભરીને. જોઇ. લે
કોણ?કયારે?કઇ રીતે ત્રાટકશે. ભલા?
એ સંજોગના આક્રમણનેય તું જોઇ લે
છે સજાવટ. ખૂબ. ન્યારી ફૂલની. બિછાતની
એ ફૂલોની તળે કંટકની પથારી જોઇ લે
મોહિની મૂરત અને. સોહિની સૂરત હશે
એની પાછળની મલિન મુસકાનને તું. જોઇ લે