મારી. નજર મળી. (2)
જાળવી રાખેલી
મારી લાગણીઓ. ઉછળી....મારી.
લાગણીઓની. છોળો
મારૂ હૈયુ ગઇ. ભીંજવી...મારી
પ્રીતનું ગીત એવું ગૂંજયું
ગયુ રોમે રોમે રીઝવી....મારી.
સપનાને તો પાંખો આવી
ગાગર ઉમંગની. છલકી...મારી
હૈયે હૈયે તાલ રચાયો
ગયુ આનંદ ગીત રણકી...મારી
જીવન કુસુમતણી પાંદડીઓ
આજ સભર. મલકી....મારી