Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ પહેલા મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ રાશિઓ માટે અશુભ
સમસ્ત બ્રહ્માંડના ગ્રહો પોતાના નિર્ધારિત સમયે ગોચર કરે છે. આ જ શૃંખલામાં 25 ડિસેમ્બર બુધવારે રાત્રે 8 કલાક અને 26 મિનિટે મંગળ ગ્રહ પોતાની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરશે જે 8 ફેબ્રુઆરી 2020ના 2 કલાક અને 45 મિનિટ સુધી રહેશે. મંગળ ગ્રહને ધરતી પુત્ર કહેવામાં આવે છે. આ ગ્રહ જો અનુકુળ હોય તો દામ્પત્યજીવનમા સુખ મળે છે સાથે આ વખતે આગળના દિવસે સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યુ છે. ગોચરની સાથે ગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે. આ ગોચરની તમારી રાશિ પર કેવી પડશે અસર જાણો અમારી સાથે વિસ્તારથી.

મેષ રાશિ

મંગળ તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરશે આ દરમિયાન કેટલીક સામાન્ય મુશ્કેલીઓ આવશે જો કે રસ્તો પણ જલ્દી મળી જશે
.
વૃષભ રાશિ

મંગળ તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન લગ્નજીવનમાં તકરાર થાય તેવી શક્યતા છે. પેટ સંબંધિત બીમારીઓથી બચવુ. સકારાત્મક વિચારો કરવા.

મિથુન રાશિ

મંગળ તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન લાભ પ્રાપ્ત થશે. તબિયતમાં સુધારો થાય, ગંભીર બીમારીઓથી છુટકારો મળે.

કર્ક રાશિ

મંગળ તમારી રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરશે અટકેલા કામ પૂર્ણ થશે. વાદ વિવાદથી દૂર રહેજો. આકસ્મિક ધનલાભ થાય.
ન થોડી સાવધાની રાખજો. સામાજીક જીવનમાં સુધારો થશે. માનસિક શાંતિ મળશે. નાની મોટી યાત્રાના યોગ છે.

કન્યા રાશિ

મંગળ તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન સારૂ ફળ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

મંગળ તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે. નકારાત્મક વિચારોથી દૂર જ રહેજો. કોઈ કાર્ય અધુરૂ ન છોડશો.

વૃશ્ચિક રાશિ

મંગળ તમારી રાશિમાં લગ્નેશ ભાવ એટલેકે પ્રથમ ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન સ્વાસ્થ્ય સંભાળજો. જોખમ હોય તેવા કામથી દૂર રહેજો. ભાગીદારીમાં ધંધો કે રોકાણ કરવુ નહી.

ધનુ રાશિ

મંગળ તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરશે. અનેક સમસ્યાઓમાંથી માર્ગ મળશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવુ.

મકર રાશિ

મંગળ તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરશે. આ ગોચર લાભદાયક છે. પ્રોપર્ટી ખરીદી શકશો. સામાજીક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો.

કુંભ રાશિ

મંગળ તમારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સામાજીક માન મોભો જળવાશે.

મીન રાશિ

મંગળ તમારી રાશિમાં નવમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાર્ય કરી શકશો. વાણી પર નિયંત્રણ રાખજો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312356
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now