Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

25 ડિસેમ્બરે બુધ વૃશ્વિકમાંથી ધન રાશિમાં કરશે પ્રવેશ, આ 7 રાશિના લોકોને થશે લાભ

25 ડિસેમ્બર 2019એ બુદ્ધિ, સંવાદ, તાર્કિક ક્ષમતા અને સંચારનો કારક બુધ ગ્રહ વૃશ્વિકમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. જે 13 જાન્યુઆરી 2020 સુધી આ રાશિમાં સ્થિત રહેશે. બુધ ગ્રહનું રાશિ પરિવર્તન દરેક રાશિઓ પર શુભ અસર કરશે. આવો જોઇએ દરેક રાશિ પર બુધના આ ગોચરની અસર…
મેષ

તમારા માટે આ સમય પડકારથી ભરેલો હોય શકે છે. કોઇ સમસ્યાને લઇને તમે બેચેન રહેશો. આ સમય ભાગ્યના ભરોસે ન બેસો. પરંતુ કર્મ પર ધ્યાન આપો.
વૃષભ
આ સમયમાં તમે રહસ્યમયી વિષયો તરફ આકર્ષિત થશો. જ્યોતીષીય વિષય પર તમે રુચિ લઇ શકો છો. સાસરી પક્ષ તરફથી તમને ગિફ્ટ મળી શકે છે.
મિથુન
આ દરમિયાન તમારા દાંપત્ય જીવનમાં સમસાયઓનો સામનો કરવો પડી શકે છે. ભાગીદારના વેપારમાં ખોટ થવાની સંભાવના છે.
કર્ક
આ સમયે તમે તમારા શત્રુઓ પર હાવી થશો જો કોઇ કોમ્પિશનની તૈયારી કરી રહ્યા છો તો તેમા તમને સકારાત્મક ફળ પ્રાપ્ત થઇ શકે છે.
સિંહ
ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે, રિલેશનશિપમાં રોમાન્સ રહેશે, સાથે જ આ સમયે સંતાન તરફથી કોઇ સારી ખબર સાંભળવા મળી શકે છે.
કન્યા
આ સમયે તમારા સુખમાં વધારો થશે. તે સિવાય તમે ફ્લેટ ગાડી કે બંગલો ખરીદવાની યોજના પણ બનાવી શકો છો.
તુલા
ગોચરના પ્રભાવથી તમારું સાહસ અને પ્રયાસમાં ઘટાડો થઇ શકે છે. નાના ભાઇ-બહેનથી કોઇ પ્રકારનો મનભેદ થઇ શકે છે.
વૃશ્વિક
ગોચરની અસરથી તમને સારુ ફળ મળશે. આ સમયે તમે ધનની બચત કરવામાં પણ યોગ્ય સમય છે.
ધન
ગોચર દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. તમે નાની-નાની વાતોને લઇને નારાજ થઇ શકો છો.
મકર
આ દરમિયાન તમારા ખર્ચમાં વધારો થાય છે. ધનની હાનિની પ્રબળ સંભાવના છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
કુંભ
તમારી આવકમાં વધારો થશે તમારું આર્થિક જીવન સારુ રહેશે. કાર્યક્ષેત્રમાં પણ બોસ તમારા વખાણ કરશે. મોટા ભાઇ-બહેનથી સંબંધો સુધરશે.
મીન
આ સમયે તમે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. વેપારથી જોડાયેલો ફાયદો થઇ શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now