ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે,
માણસ ઘઉંનો હિસાબ રાખે છે.
સંભાળ લે છે સદા મરણ એની
જીવતર જેને ખરાબ રાખે છે.
સુખ સાવ બેકાર શખ્સનું ગજવું,
તું કઈ ચીજનો રુવાબ રાખે છે !
એનું બગડે નહિ, કશુંય, કૈં, કદી,
જેને સમય લાજવાબ રાખે છે.
અટકશે ક્યાં જઈ દંભ માનવીનો ?
જે પોતાથી પણ નકાબ રાખે છે !
🎭