એક દીકરી માંગી જુઓ
રચના - ભાવેશ શાહ 'શહેરી'
માન્યતાઓ બાળવા એક દીકરી માંગી જુઓ.
નામ કુળનું તારવા એક દીકરી માંગી જુઓ.
દીકરા હોવા છતાં; મા-બાપ વેઠે અંધકાર,
આયખું અજવાળવા એક દીકરી માંગી જુઓ.
સાથ છોડી દે છે લોકો પાંગળા મા-બાપનો,
ધ્રુજતો કર ઝાલવા એક દીકરી માંગી જુઓ.
એક દી’ એ માં સ્વરૂપે લાડ કરશે બાપને,
બાળપણ ફરી માણવા એક દીકરી માંગી જુઓ.
રોપજો એમાં ખુશી; વળતર મળે છે સો ગણું,
વ્યાજ શું છે, જાણવા એક દીકરી માંગી જુઓ