Gujarati Quote in Story by Gita M Khunti

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિધિ અને વિરાટ એકજ કૉલેજમાં ભણતા હતા
નિધિ અતિ લાગણીશીલ હતી પહેલી નજરે જ વિરાટના પ્રેમમાં પડી.બસ આંખો થી વાત થઇ ને મુક એકરાર થયા.બસ પછી તો શું રોજ ચેટિંગ,કોલ ને messges થી વાતો થતી ક્યારે દિ ઉગે ને ક્યારે એ વિરાટ ને collage મળે બસ એકવાર એનું મો જોઈ લે પછી જ એને નિરાંત વળતી
જ્યારે વિરાટ ક્યારેક પ્રેક્ટિકલ થઈ જાતો એને વારંવાર દોસ્તો ની વચ્ચે થી અલગ પડી નિધિ સાથે વાતો કરતા ક્યારેક કંટાળો આવતો.એ ચિડાઈ પણ જાતો...કે રોજ તો મળીયે છે રોજ તો વાતો થાય છે પછી આટલી ઉત્કંઠા શા માટે?
જ્યારે નિધિ ની સમગ્ર દુનિયા એના વિરાટ માં જ સમાઈ હતી બસ વિરાટ જ એની સવાર ને વિરાટ જ એની સાંજ....એક મિનિટ નું કહી ને ગયેલો વિરાટ જ્યારે કલાક કરતો ત્યાતે નિધિ ચિડાઈ પણ જતી ને એને ઊંડે ઊંડે એવો ડર પણ રહેતો કે એ ક્યાંક વિરાટ ને ખોઈ ના બેસે
પણ આજ હદ થઈ ને જોરદાર ઝગડો કર્યો વિરાટે...
નિધિ ની ફ્રેન્ડ સીમા એ નિધિ ને સમજાવી કે જો પ્રેમ સાચો હશે તો ક્યાંય નહીં જાય પાછો તારી પાસે જ આવશે.એને જરાક space આપ..એને તારી કદર તો થવા દે...કે એ પણ તારી વગર નથી રહી શકતો....
જ્યા સુધી એને નહિ સમજાઈ ત્યાં સુધી તું એની પાછળ ના દોડ મૂકી દે ....થોડો જગ્યા આપ....
ને નિધિ એ કૉલ કરવાનું ,વાતો કરવાનું,ને મળવાનું ઓછું કરી નાખીયું.....
વિરાટ હવે ધીરે ધીરે પોતાના કોલ લિસ્ટ માં ચેક કરવા લાગ્યો હજુ નિધિ નો કૉલ કેમ ના આવ્યો...હજુ messge ની બીપ ના સંભળાઈ..
નિધિ મળતી ત્યારે પણ ઓછી ને ફોર્મલ વાતો જ કરતી ને આજ બે દિવસ થયા નિધિ એ એક messge કે કોલ નતા કર્યા
અકળાઈ ગયો વિરાટ એક બેચેની વર્તાઈ રહી...કૉલજ માં પણ નિધિ બે દિવસ થયા આવી ન હતી એની કમી એને ખટકી રહી ને આજ એને લાગી રહ્યું હતું કે જેટલી વાત કરવા નિધિ બેચેન થાતી એ,ઉત્કંઠા એ બેચેની નો અનુભવ આવો થાય બસ પછી સુ સીધો જ દોડી ગયો એની હોસ્ટેલ
રૂમ માં ઘૂસતા ની સાથે એ નિધિ ને ઉધડીજ લીધી આવું હોઈ .બે દિવસ થી કાંઈ વાવડ નથી તારા .એક કૉલ ના કરાઈ...મને કેટલી ચિંતા થાતી હતી એક ટેક્સ તો કરી શકાય ને....
એ જોતો પણ નથી કે નિધિ ને કેટલો તાવ છે.એનું માથું તપી રહ્યું છે એની આંખો માં થાક વર્તાઈ રહ્યો હતો
અચાનક નિધિ એ ઉભા થઇ એના હોઠ પર પોતાનો ધગતો હાથ રાખ્યો ત્યારે વિરાટ ને ખ્યાલ આવ્યો કે નિધિ ની તબિયત સારી નથી
પોતાની ભૂલ નું ભાન થતા જ માફી માંગવા લાગ્યો વિરાટ.
મને માફ કરી દે નિધિ .તારી તબિયત સારી નથી ને હું જોતો પણ નથી..તે દવા લીધી ...કહેવાય તો ખરા ને યાર...
જ્યારે તારો કોઇ message ના આવ્યો ત્યારે મને બેચેની થઈ .જેટલી તને થાતી હતી એટલીજ...
હવે ક્યારેય કૉલ કરવાની ના નહિ પાંડુ યાર. માફ કરી દે મને ને નિધિ ને બાથ ભરી બેઠો .આજ વિરાટ ને નિધિ ના પ્રેમ નું મુલ સમજાઈ ચૂક્યું હતું ને નિધિ પણ આજ ખૂબ હરખ માં હતી કેમ કે વિરાટ આજ દિલ થી એની કદર કરવા લાગ્યો હતો
©ગીતા એમ ખૂંટી

Gujarati Story by Gita M Khunti : 111311568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now