Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જિંદગી_જીવવી_કે_જીરવવી_તમે_નક્કી_કરો .
ક્યારેક જિંદગી એવાં મોડ પર આવીને ઊભી રહી જાય છે કે બોલો તો સંબંધ તૂટી જાય અને ન બોલીએ તો આપણે

આ વાત આમ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં અસર કરતી છે. પણ વાત સ્ત્રીની કરું તો મારી આસપાસ હું ઘણી વખત અનુભવું છું કે સ્ત્રી અંદર અંદર એટલી ઘૂંટાઈ છે કે તે પોતે ધીમે ધીમે પોતાની જાતને કોતરી રહી છે તે ખબર જ નથી પાડતી. લોકો શું કહેશે થી એટલી ડરે છે કે ક્યારેક તો લોકો કંઈ કહેવાના પણ ન હોય તો પણ પોતાની જાતે તે માની લે છે.

કોઈ માટે એટલે કંઇ કરે છે કે તેને લાગણી છે કે તે વસ્તુ કરવી ગમે છે એવું દરેક સમયે હોતું નથી. પણ ના કહેતાં ડર લાગે છે. પોતાની જાતને સાબિત કરવામાં વ્યક્તિ મટી ને પ્રમેય બનતી જાય છે.
ન ગમતી વસ્તુ કે ન ગમતા સંબંધ પણ પરાણે નિભાવતી હોય છે. આંખમાં આંસું છુપાવવા ના પ્રયાસ માં આંખો ને કોરી કરી નાખે છે. કોઈ સાથે સંબંધ બગડવાની બીકમાં બગડેલ સબંધને પણ નિભાવે જાય છે. કહેવાય છે ને કે ભગવાન પણ એમની જ મદદ કરે જે પોતાની જાતની મદદ કરે. તો અહીં દ્રોપદી ના ચીર પૂરવા આવેલ કૃષ્ણ પણ તમારા જીવનમાં આવતી મુશ્કેલી ઓ કે સબંધોમાં થતી તકલીફો દૂર કરવા નહીં જ આવે.

જેમ "પહેલું સુખ જાતે નર્યા" છે. તેમજ સૌ પહેલાં સુખી કરવાની જવાબદારી પોતાની છે જો તમે બીજા ને સુખી કરવામાં જાતને દુઃખી કરી રહ્યા હો તો તે તમારી પોતાની સાથ સાથે તો દગો છે જ પણ જે તે વ્યક્તિ સાથે પણ દગો છે. જો તમે રાજી કે ખુશ નહીં હો તો તમે ગમે તેટલાં પ્રયત્નો પછી પણ તમારા આસપાસ ના વ્યક્તિઓને ખુશ નહીં રાખી શકો. જીવનમાં થોડું સ્વાર્થી થવું પણ એટલું જ જરૂરી છે. પોતાના માટે વિચારવું જરાય ખોટું કે ખરાબ નથી. ઉલ્ટાનું ભગવાને આપેલ આટલું સુંદર જીવનને તમે તકલીફોના વજન નીચે નહીં પણ ખુશી ના ભાર નીચે વિતાવશો.

સાચું કહું તો આ ટોપિક મને એટલે ન મગજ માં આવે કારણ હું હમેંશા મારી જાત ને અગ્રીમ રાખું છું ઍટલે જ્યાં એમ લાગે કે હું તૂટી જઈશ એ સબંધ થી દુર રહુ છું અને જ્યાં લાગે કે મારે બોલવું જોઈ ત્યાં બોલી દઉં છું. હું માનું છું કે
આપણા થકી સંબંધ હોય છે એટલે આપણી જાતને સાચવવાની પહેલી ફરજ અને જવાબદારી આપણી હોય છે.(#MMO ) તકલીફ સહન કરી ને માત્ર એટલે સંબંધ નથી સાચવતી કે લોકો શું કહેશે? કદાચ એટલે જ મારી આસપાસના દરેક સંબંધ ને ખૂબ જ સુંદરતા થી નિભાવું છું. હું મને પ્રેમ કરું છું ઍટલે જ બધાને પણ ચાહું છું. જો જિંદગી ને જીવવી હશે જીરવવી નહીં તો પોતાની જાતને પ્રેમ કરતાં શીખો.{#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111311437
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now