Gujarati Quote in Thought by Bhavesh Joysar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Written long back for my wife :

તું.

તું એટલે મારું સમગ્ર અસ્તિત્વ.! મારા હૃદય ના ઉઝરડાં નો ઈલાજ એટલે તું. મારા પોતીકા વિશ્વ ની સૌથી પ્રિય હસ્તી, જીવન સફર નો હમસફર એટલે તું.! તારી સાથે હાથ મા હાથ નાખી ને ચાલવું એટલે જીંદગી લઈ ને જીંદગી ને મળવા જવું.! મારી જીંદગી નું સરનામું એટલે તું.

તું એટલે કદાચ બધા માટે ફક્ત એક શબ્દ પણ મારા માટે તું એટલે એક આખું કાવ્ય, આખું પુસ્તક કે આખી લાઇબ્રેરી કે જેમાં મારા જીવન ના શ્રેષ્ઠ સમય નો સૌથી સુંદર સંગ્રહ એટલે તું.!

તું કદાચ કોઈના માટે એક સબંધ કે એક વ્યક્તિ પણ મારા માટે તમામ સબંધો નું પાકું સરવૈયું કે જે હંમેશા નફા મા જ હોય એ તું.!

તું એટલે મારા શર્ટ ના નવા જોડેલા બટ્ટન મા વપરાયેલો જુદા જ રંગ નો દોરો કે જે કોઈજ ના જોઈ શકે, ફક્ત હું જ જાણું એ તું.!

તું એટલે મારા એક વારના પેહેરી ને ધોવાઈ ગયેલા કપડામાંથી આવતી મંદ મંદ અત્તર ની ખુશ્બૂ. તું એટલે ઠંડી સવાર મા દૂધ પહેલા પીરસાતો ગરમાં ગરમ ઘઉં - ઘી નો શીરો ને બટાકા પૌવા ની વેહેલી સવાર ની વગાર ની વેહેતી સુગંધ એટલે તું.!

તું એટલે મારા દિવસ નો મનગમતો વિચાર. તું એટલે મારા વોટ્સ એપ ના ડી.પી ની ભાગીદાર.! તું એટલે ઘણી વાર થાકેલા પાકેલા હું ને ઉર્જા થી ભરી દેતી ઉસ્માં.! મોબાઈલની ગેલેરી માં છબીઓ સ્ક્રોલ કરતી વખતે મારી આંગળીઓ જ્યાં આવીને અટકે એ તું.!

તું એટલે મોટરથી ખેંચીને ફિલ્ટર કર્યા પછી માટી ના માટલામાં ભરેલું મીઠું ઠંડુ તાજું પાણી.! તું એટલે ફાલુદા ના ગ્લાસ મા રહેલી બીજી સ્ટ્રો.! હું એટલે ચોખાનો દાણો ને ભાત ને ખીચડી મા બદલતી મગ ની દાળ એટલે તું.!

હું એટલે કદાચ ક્યારેક ગંભીર, પરિપક્વ, પ્રશાંત મહાસાગર.! નટખટ ચંચળ રેવા, પરિપક્વ પ્રેમાળ નર્મદા એટલે તું.!
હું એટલે કદાચ કાવ્ય મા બંધ બેસતો કોઈ પ્રાસ, કાવ્ય નો આત્મા એટલે તું.!


- joy

Gujarati Thought by Bhavesh Joysar : 111311308
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now